છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર, છોટાઉદેપુર પોલીસ મથકના PI અરુણ પરમાર સહિત મોટી સંખ્યામાં છોટાઉદેપુર પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સહિત નગરજનો જોડાયા હતા.

