આણંદની વાસદ કુમાર શાળામાં તારીખ ૨૧/૦૬/૨૪ ને શુક્રવારે ‘વિશ્વ યોગ દિવસ’ અને “ઈકો ક્લબ ફોર મીશન લાઈફ” અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થયું. શાળાના સીપીએડ શિક્ષક છનાભાઈએ શાળાના બાળકો અને શિક્ષકો તેમજ વાલીઓને સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ સહિત જુદાજુદા યોગ કરાવ્યાં હતાં. આ પ્રસંગે ગામના તલાટી કમ મંત્રી દિવ્યાબેન પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
ત્યારબાદ ‘ઈકો ક્લબ ફોર મીશન લાઈફ’ અંતર્ગત જળ બચાવો જીવન બચાવો અંતર્ગત શાળાના બાળકો અને શિક્ષકોએ રેલી કાઢી હતી. જેમાં બ્રહ્માકુમારી સંસ્થામાંથી દિપાબેને હાજર રહીને બાળકોની કામગીરીને બિરદાવી હતી. જળ બચાવો રેલીના કાર્યક્રમનું આયોજન મારિયાબેને કર્યું હતું. આ રેલીમાં ગ્રામજનો તથા વાલીઓ તેમજ શાળાના એસએમસીના અધ્યક્ષ અજીતભાઈ હાજર રહ્યા હતાં. શાળાના આચાર્ય જેમ્સભાઈએ વિદ્યાર્થીઓને વિષય અન્વયે સંબોધિત કર્યા હતા.

