Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ડુંગરભીત ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલ વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટિકના બોટલ શોધી કાઢવામાં આવ્યો

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ડુંગરભીત ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલ વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટિકના બોટલ (હોલ) નંગ- ૧૪૪ કિ.રૂ. ૭૮,૪૮૦/-તથા પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ-૧,૭૦૦/- કિ.રૂ.૨,૨૯,૫૦૦/- તથા પતરાના ટીન બીયર નંગ.૫૫ર કિ.રૂ.૭૧,૭૬૦/-મળી કુલ કીંમત રૂપીયા.૩,૭૯,૭૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા.૭,૨૯,૭૪૦/- નો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં આવ્યો.
 આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ  આર.એમ.વસાવા પોલીસ ઇન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા એન.એમ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરભીત ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નજીક વળાંક ઉપર એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેનો રજી.નં.GJ-06-FK-9402 નો ચાલક જેના ચાલકના નામની ખબર નથી તે પોતાના કબજાની મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં ગેરકાયદેશર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટિકના બોટલ (હોલ) નંગ-૧૪૪ જેની કુલ કિ.રૂ.૭૮૪૮૦/-તથા પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૧,૭૦૦/- જેની કુલ કિ.રૂ.૨,૨૯,૫૦૦/- તથા પતરાના ટીન બીયર નંગ.૫પર જેની કુલ કિ.રૂ.૭૧,૭૬૦/-મળી કુલ પ્રોહી મુદ્દામાલ ની કીંમત રૂપીયા. ૩,૭૯,૭૪૦/- તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપીયા.૭,૨૯,૭૪૦/- નો મુદ્દામાલ ની હેરાફેરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી દરમ્યાન બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડી રોડની સાઇડમાં પલ્ટી ખવડાવી નહી મળી આવી ગુનો કરેલ હોય આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.