Gujarat

છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય  ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજય ખાતે કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરીટીના માર્ગદર્શન મુજબ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી ધ્વારા ડિસ્ટ્રીકટ કોર્ટ, છોટાઉદેપુર ના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એમ.જે.પરાશર ના નેતૃત્વ હેઠળ જીલ્લા ન્યાયાલય, છોટાઉદેપુર ખાતે દસમા “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી નિમિત્તે સવારના સમયે છોટઉદેપુરના સ્થાનિક યોગ શિક્ષક ડૉ.ફતેસિંહ એલ. રાઠવા તથા તેમના સહયોગી વકીલ જયપ્રકાશ પુરાણીના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલુ હતુ. સદર શિબિરમાં તમામ ન્યાયધીશો, એડવોકેટ બાર એશોસિએશનના પ્રમુખ રમેશભાઈ રાઠવા તથા અન્ય વકીલો, જીલ્લા સરકારી વકીલ, સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા.
યોગ અભ્યાસ ભારતની સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે, જે પ્રાચીન કાલથી ચાલતો આવેલ છે. દર વર્ષે ૨૧મી જુનના રોજ “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ યોગનુ મહત્વ તથા તેના ઘ્વારા થતા લાભો વિશે સમજ આપી તેને પોતાના રોજીંદા જીવનનો ભાગ બનાવવા લોક જાગૃતિ લાવવાનો છે.
સદર શિબિર દરમિયાન યોગ શિક્ષક ધ્વારા યોગના માનવ જીવનમાં મહત્વ વિશે સમજ આપતા જણાંવેલ કે યોગાસન ક્રિયાઓથી શરીરના સાંધા, સ્નાયુ અને અવયવો ઉપર ખેંચાણ તથા દબાણ થતા એમાં લોહીના પરિભ્રમણની પ્રક્રિયા ઝડપી બનતા અવયવોની કોષિકાઓને ઓકસીજન વધુ મળતા શારીરિક રોગોથી બચાવ તથા રોગો થયેલા હોય તો તેનાથી મુકિત મળે છે. પ્રાણાયામ કરવાથી માનવ શરીરમાં ઓકસીજનની વૃદ્ધિ થાય છે અને શરીરમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. મેડીટેશન કરવાથી માનવ મનની એકાગ્રતા, સ્વસ્થતા અને આત્મવિશ્વાસ વધે છે.