Gujarat

ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ 

               ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળા ખાતે ભાવિનભાઈ પટેલ તરફથી સરસ ગામનાં 10 જરૂરિયાતમંદ કુટુંબોને 60 kg ઘઉં, 20 kg ચોખા, 5 kg દાળ અને 5 kg તેલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
               ખૂબજ ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં ભાવિનભાઈએ નિ:સ્વાર્થભાવે શાળા પરિવારની ઉપસ્થિતિમાં રાશન કીટ પ્રફુલ્લિત વદને જરૂરિયાતમંદોને વિતરીત કરી હતી. આ તકે સૌએ ભાવિનભાઈની સખાવતને બિરદાવી આનંદ વ્યક્ત કર્યો હતો.