Gujarat

ઉના ભાવનગર હાઈવે પર બોલેરો કાર અને દુધ ભરેલાં ટેમ્પા વચ્ચે અકસ્માતમાં 6 લોકોને હડફેટે લેતા ઈજા..

બાઈક ઉપર બોલેરો કાર પલ્ટી ખાતા બાઈકનો બુકડો…

ઉના ભાવનગર નેશનલ હાઈવે પર ઊંટવાડા ગામનાં પાટીયા નજીક ગાંગડા ગામે મોતીસર ગામે થી વરરાજા ને સાથે લઇ ને પરીવારનાં સભ્ય ગાંગડા ગામે સંગાઈ નો પ્રસંગ કરવાં જવા રોડ પર ઊભેલાં હતાં. આ દરમિયાન એક બોલેરો કાર અને દુધ ભરેલાં ટેમ્પા વચ્ચે આગળ પાછળ જોરદાર ટક્કર મારતાં વાહનો રોડ પર પલ્ટી મારી જતા રોડ પર આવતાં અન્ય એક બાઈક સવારને પણ હડફેટે લેતાં છ શખસોને ગંભીર ઈજા થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
આ અકસ્માતમાં ગીરગઢડાનાં મોતિસર ગામે થી સગાઈ કરવાં ગાંગડા ગામે જતાં નાથાભાઈ હરજીભાઈ પરમાર, કાન્તીભાઈ જેઠાભાઈ રાઠોડ, હીમતભાઈ રૂડાભાઈ પરમાર, અનિલભાઈ નાથાભાઈ પરમાર, પ્રતાપભાઈ લાખાભાઈ પરમાર, ભગવાનભાઈ હરજીભાઈ પરમારને માથા તેમજ હાથ પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેમજ બાઈક ચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી છે.
અકસ્માત સર્જાયો હોવાની જાણ ઉના પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગયેલ હતી.
અને તાત્કાલિક પલ્ટી મારી ગયેલાં વાહનો દુર ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલાં છ ઈજાગ્રસ્ત વ્યકિત ઊંટવાડા ગામનાં પાટીયા પાસે વરરાજા સાથે સંગાઈ કરવાં ગાંગડા ગામે જવાનું હોવાથી રોડ પર ઊભાં હતાં. આ દરમિયાન બે વાહનો ભટકાતાં પલ્ટી ખાઈ જતાં નિદોર્ષ લોકો આ અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત થયા હતા.