Gujarat

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ

ગુજરાત વહીવટ વિભાગનાં ઉપસચિવ શિવાંગી ચૌધરીએ ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવ્યો
               સુરત જિલ્લાનાં ઓલપાડ ખાતે ગુજરાત વહીવટ વિભાગનાં ઉપસચિવ શ્રીમતી શિવાંગી ચૌધરીની ઉપસ્થિતિમાં ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ’’ પર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનાં બીજા દિવસે ઓલપાડ તાલુકાની તેનાનીરાંગ પ્રાથમિક શાળા તથા બરબોધન પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકો સહિત સર્વોદય વિદ્યાલય સેગવાછામા ખાતે ધોરણ 9 અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
               સદર કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસચિવશ્રી શિવાંગી ચૌધરીએ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિથી બાળકોનો સર્વાગી વિકાસ થશે. કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેનારા બાળકોની સંખ્યામાં પણ વધારો થશે. તેમણે પ્રવેશ મેળવવારા સૌ બાળકો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
               આ કાર્યક્રમમાં ઓલપાડનાં મામલતદાર લક્ષ્મણભાઈ ચૌધરીએ વાલીઓને સંબોધીને જણાવ્યું હતું કે આપણા બાળકોને શાળામાં મોકલવાની સાથે તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સમયાંતરે બાળકોને શાળામાંથી આપવામાં આવતી પ્રવૃતિઓ પર ધ્યાન વિશેષ ધ્યાન આપી તેમનાં માટે યોગ્ય સમય ફાળવી તેમની શૈક્ષણિક પ્રગતિથી વાકેફ રહેવું જોઈએ. તેમણે
બાળકોને મોબાઈલથી દૂર રાખવા આહવાન કર્યું હતું.
               આ શુભ અવસરે ઉપસચિવ તથા અન્ય મહાનુભાવોનાં હસ્તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડેપ્યુટી સેક્સન ઓફિસર શ્રુતિબેન પટેલ, નાયબ મામલતદાર ઈશ્વરભાઈ પરમાર, સરપંચ દીક્ષાગભાઈ, તલાટી કમ મંત્રી હીનાબેન, સી.આર.સી.કો-ઓર્ડિનેટર પરેશ પટેલ, આચાર્ય સંગીતાબેન ઉપરાંત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.