છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્સને કોર્ટે 7 વર્ષ કેદની સજા ફટકારી હતી. આરોપી જુવાનસિંગ ભુરલાભાઈ રાઠવા, રહે, રંગપુર ,ઉ.વ.34ને કોર્ટે 7વર્ષની સજા ફટકારી હતી.
વર્ષ 2019 માં રંગપુર પોલીસ મથકમાં IPC કલમ 307,114,આર્મ્સ એક્ટ 25(1)A ,27 (1) ,29,30 તથા GP એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો.
લગ્ન પ્રસંગમાં બંદૂક લઈને આવેલા અર્જુન રાઠવા પાસેથી બંદૂક લઈ જુવાનસિંગ રાઠવાએ ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગમાં લગ્ન પ્રસંગમાં આવેલ બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી વકીલ સોનલ દેસાઈ અને જે બી પુરાણીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી હતી.
આ અંગે છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલ દેસાઈ એ જણાવ્યું હતું. કે છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા આરોપીને સાત વર્ષની કેદની સજા નો હુકમ કરેલ છે.

