ઉત્તરાખંડના હરિદ્વારમાં પોલીસે એક એવા દારુ વેચનારને ઝડપી પાડ્યો. જો પોતાના શરીરમાં જ દારૂની બોટલ છુપાવી વેચતો હતો. જો કે તેણે એક, બે નહીં પરંતુ એક સાથે ૪૮ દારૂની બોટલ છુપાવી રાખી હતી. તમને પણ આશ્ચર્ય થશે.
આ વ્યક્તિ હરિદ્વારના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. તેણે શર્ટની અંદર દારૂની બોટલો છુપાવી હતી. પકડાયા બાદ પોલીસે તેને તેના શર્ટની અંદર છુપાવેલી બોટલો બહાર કાઢવાનું કહ્યું, તેથી તેણે એક પછી એક બોટલ બહાર કાઢવાનું શરૂ કર્યું.
એક પછી એક શર્ટની અંદરથી કુલ ૪૮ દારૂની બોટલો કાઢી હતી. આ જોઈને ત્યાં હાજર પોલીસ અને અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વાયરલ વીડિયોમાં પોલીસની કોમેન્ટ્રી પર લોકો ખૂબ જ મજા લઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ આ વીડિયો હરિદ્વાર કોતવાલીની હર કી પૈડી પોલીસ ચોકીનો છે. અહીં ૨૫ જૂને પોલીસે ૨૪ વર્ષીય સજ્જન કુમાર નામના દારૂ વેચનારની ધરપકડ કરી હતી. દારૂ પ્રતિબંધિત વિસ્તારમાં ફરતી વખતે આરોપી શર્ટની અંદર છુપાવીને દારૂનું વેચાણ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.