Gujarat

EPFO ૨૦૧૩ પછી નોકરી લાગેલા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ GIS હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો ર્નિણય લીધો

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે ઈઁર્હ્લંએ ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ પછી સેવામાં જોડાનારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ (GIS) હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો ર્નિણય લીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર EPFO૨૧ જૂન, ૨૦૨૪ના રોજ જાહેર કરેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ૦૧.૦૯.૨૦૧૩ પછી ઈઁર્હ્લંમાં જોડાનાર તમામ કર્મચારીઓના પગારમાંથી GIS હેઠળની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવશે.

આ ર્નિણયથી માત્ર તે જ સરકારી કર્મચારીઓને અસર થશે જેઓ ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ પછી સેવામાં જોડાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્મચારીના પગારમાંથી કરવામાં આવેલી કપાત તેને પરત કરવામાં આવશે.

સૂત્રો અનુસાર સરકારી કર્મચારીઓ કે જેમના માટે GIS બંધ કરવામાં આવ્યું છે તેમનો નેટ પગાર વધી શકે છે. અગાઉ GIS હેઠળ કર્મચારીઓના માસિક પગારમાંથી તેમના પગાર ધોરણ મુજબ કપાત કરવામાં આવતી હતી. તેથી કપાત બંધ કરવામાં આવશે અને તેમને વધુ નેટ પગાર મળશે. જો કે તેમાં કેટલો વધારો થશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. પરિપત્ર મુજબ પગાર વધારા ઉપરાંત આ કર્મચારીઓને ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ અથવા જોડાયા પછી કરવામાં આવેલી કપાતના બદલામાં એકમ રકમ પણ મળશે.

GIS યોજના શું છે જે વિષે જણાવીએ કેન્દ્ર સરકારની જૂથ વીમા યોજના ૧ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારી જૂથ વીમા યોજના ૧૯૮૦ના નામથી અમલમાં આવી હતી. અહેવાલ મુજબ GIS એ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની ઈઁર્હ્લંની એક સામાજિક કલ્યાણ યોજના છે જેનો હેતુ સામાજિક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સભ્યો અને પેન્શનરો માટે જીવન સરળ બનાવવાનો છે. તે અકસ્માતોના કિસ્સામાં કામદારો અને તેમના આશ્રિતોને સામાજિક-આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાના બે ઉદ્દેશ્યો છે – વીમો અને બચત.

કરાર કર્મચારીઓ, પાર્ટ-ટાઇમ અને એડ-હોક કર્મચારીઓ, કેન્દ્ર સરકારમાં ૫૦ વર્ષની વય પછી ભરતી કરાયેલ વ્યક્તિઓ, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અથવા અન્ય સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રતિનિયુક્તિ પરની વ્યક્તિઓ અને વિદેશમાં મિશનમાં સ્થાનિક રીતે કર્મચારીઓની ભરતી જેવા કર્મચારીઓ GIS હેઠળ આવરી લેવામાં આવતા નથી.