રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ્૨૦ વિશ્વ વિજેતા થઈ છે. ભારતીય ટીમે ૧૭ વર્ષ બાદ T૨૦ વિશ્વકપમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના હાથોમાં વિશ્વકપ ટ્રોફી જોવાની પળ લાંબી રાહ જોયા બાદ મળી છે. દેશભરમાં દિવાળી જેવો જશ્ન મનાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અંગે પણ PM મોદીએ વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના સુકાનીને દેશ અને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
ભારતીય ક્રિકેટ ચાહકો પણ પોત પોતાના અંદાજ મુજબ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ઁસ્ મોદીએ ભારતીય ટીમના ચેમ્પિયન બન્યા બાદ મોડી રાત્રે સુકાની રોહિત શર્માને ફોન લગાવ્યો હતો. ભારતીય ટીમ વિશ્વ ચેમ્પિયન બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. ફોન કરીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ફોન પર વાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
PM મોદીએ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશીપને લઈ અભિનંદન આપ્યા હતા. રોહિત શર્માની ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરિયરને લઈને સરાહના કરી હતી. કેપ્ટન રોહિતે ્૨૦ૈ માંથી નિવૃત્તિ જાહેર કરી છે અને જેને લઈ તેના કરિયરને લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં શાનદાર ઈનીંગ રમી હતી. કોહલી સહિત ભારતીય ટીમના ખેલાડીઓના યોગદાનની વડાપ્રધાને સરાહના કરી હતી. હાદિર્ક પંડ્યા અને જસપ્રીત બુમરાહે મુશ્કેલ સમયે કરેલ કરકસર ભરેલી બોલિંગને લઈને પણ વાત કરી હતી અને તેમની સરાહના કરી હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો કેચ હાદિર્ક પંડ્યાની ઓવરમાં જબરદસ્ત કેચ કર્યો હતો. જે મુશ્કેલ કેચને ઝડપવાને લઈને પણ વાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતુ.
એક સમયે ભારતીય ટીમની શરુઆત મુશ્કેલ બની ગઈ હતી અને ૩૪ રનમાં જ પાંચમી ઓવરમાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં વિરાટ કોહલી અને અક્ષર પટેલની રમતે ઈનીંગને સંભાળી હતી. વિરાટ કોહલીએ ૫૯ બોલમાં ૭૬ રન નોંધાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે ૩૧ બોલમાં ૪૭ રન નોંધાવ્યા હતા. આમ ૨૦ ઓવરના અંતે ભારતે ૭ વિકેટ ગુમાવીને ૧૭૬ રન નોંધાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની બેટિંગ ઈનીંગ ૧૬૯ રનનો સ્કોર બનીને ૮ વિકેટના નુક્સાને નિર્ધારીત ઓવર પર સમાપ્ત થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમે ૭ રનથી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. ર્હાદિંક પંડ્યાએ ૩ વિકેટ, જ્યારે બુમરાહ અને અર્શદીપે ૨-૨ વિકેટ ઝડપી હતી. ડેથ ઓવર્સમાં ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી.

