Gujarat

 માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતીના ઉપક્રમે શ્રીભોળેશ્ર્વર યુવક મંડળ આયોજીત છઠો સરસ્વતી સન્માન સમારોહ મુરલીધર વાડી ખાતે યોજાયો

 માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતીના ઉપક્રમે શ્રીભોળેશ્ર્વર યુવક મંડળ આયોજીત છઠો સરસ્વતી સન્માન સમારોહ મુરલીધર વાડી ખાતે યોજાયો હતો જેમા ભોઈ સમાજના કે.જી થી લઈ બારમાં ધોરણ સુધીના 100 થી વધુ વિદ્યાર્થી બાળકો નુ ક્રમ પ્રમાણે એક થી ત્રણ નંબર ના વિદ્યાર્થીઓ ને શિલ્ડ પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માનિત કરવા મા આવ્યા હતા આ સાથે સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ નોટબુક બોલપેનકીટ વોટરબેગ જેવી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ અવસરે ભોઈ સમાજના તમામ આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાની સાથે વિધ્યાર્થીઓનુ ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ તમામ લોકો મહેમાનો અને દાતાઓનુ ભોળેશ્ર્વર યુવક મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિજયભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યુ હતુ…