સંવેદના ગૃપનાં લીડર પ્રતિકભાઈ દેસાઈ સહિત પરેશભાઈ, મોન્ટુભાઇ, કૃણાલભાઈ દેસાઈ, પ્રવિણભાઈ નકુમ, વિનોદભાઈ તથા તેમની ટીમ દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને નોટબુક તથા દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઓલપાડનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરણાથી સ્થાપિત આ સેવાભાવી સંવેદના ગૃપનો મુખ્ય હેતુ ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ગરીબ બાળકોને.અભ્યાસિક સહાય કરવાનો છે. ગૃપની આ ઉમદા સખાવતને બિરદાવી શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલ તથા ગામનાં સરપંચ દિલીપ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.