Gujarat

જીએમડીસી ગુજરાત મિનરલ  ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવેલ એક એમ્બ્યુલન્સને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોરને સીઆરએસ ફંડમાંથી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.જે એમ્બ્યુલન્સને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતેથી જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ચિરાગ ચોબિસાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સથી છોટાઉદેપુર તાલુકાના લોકોને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે. એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.