Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં 51 લાખના ખર્ચે બનેલ ભોજનાલય ચાર જેટલા રૂમ અને સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન

છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં 51 લાખના ખર્ચે બનેલ ભોજનાલય ચાર જેટલા રૂમ અને સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ના પ્રમુખ નારણ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 51 લાખના ખર્ચે બનેલ ભોજનાલય અને ચાર જેટલા રૂમ અને સ્માર્ટ ક્લાસનું ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ના પ્રમુખ નારણભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓની સાથે ઉપસ્થિત મંત્રી રમેશ ખત્રી, સભ્ય સંગ્રામસિંહ રાઠવા અને તેજગઢ,  રોજકુવા, રૂનવાડ અને બરોજના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે કંચનભાઈ રાઠવા નામના કર્મચારીનો વિદાય સમારંભ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.