Gujarat

દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા કલેકટરને નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત કાઉન્સીલરોએ રજૂઆત કરી

દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટેની કાર્યવાહી કરવા બાબતે દાહોદ નગરપાલિકા કારોબારી ચેરમેન સહિત કાઉન્સીલરો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાંય સમયથી પાલિકા પ્રમુખની કામગીરી પર વાંધો ઉઠાવતાં પાલિકાના અંદરો અંદરના વિખવાદને પગલે અંદરખાને અવિશ્વાસની દરખાસ્તોનો દોર પણ ચાલી રહ્યો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.

સમગ્ર મામલે દાહોદ પાલિકા પ્રમુખની કામગીરી કોઈના ગળે ન ઉતરતા દાહોદ શહેરવાસીઓની સાથે સાથે ખુદ પાલિકાના સત્તાધિશોમાં પણ છુપા ગણગણાટ વચ્ચે છુપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

દાહોદ નગરપાલિકા કારોબારી ચેરમેન સહિત પાલિકાના કાઉન્સીલરો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ નગરપાલિકાની છેલ્લા સામાન્ય સભા તા.07/03/2024ના રોજ મળી હતી. નગરની પ્રજાના હિત માટે તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોનો ઉપયોગ તથા વહીવટી કામો માટે સામાન્ય સભા અતિઆવશ્યક છે.

પરંતુ દાહોદ નગરપાલિકાની સામાન્ય ,ભા ટાર માસ અગાઉ તા.07/03/2024ના રોજ મળી હતી. સામાન્ય સભા ન બોલાવવાના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો આવેદનપત્રમાં જણાવ્યાં હતાં જેમાં ભુગર્ભ ગટરના 10 થી 15 ટકા કનેક્શન બાકી છે જે તાત્કાલિક કરવા જરૂરી છે.