Gujarat

કોલેરના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું, ત્રણેય વિસ્તારના આસપાસનો 2 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો

રાજ્યમાં અનેક શહેરોમાં કોલેરાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં હવે જામનગરનો પણ સમાવેશ થયો છે. જામનગરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં કોલેરાના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. કોલેરાનો રોગચાળો વકરે નહીં તે માટે તંત્ર દ્વારા ત્રણેય વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી આસપાસના 2 કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર શહેરના ધરારનગર-2, બેડી બંદર રીંગરોડ પર આવેલા રવિપાર્ક અને ખોજાવાડ લાલખાણમાં કોલેરાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અ આસપાસના 2 કિમીના વિસ્તારને કોલેરાભયગ્રસ્ત જાહેર કરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જામનગરમાં કોલેરાના પાંચ કેસ નોંધાતા મનપા કમિશનર અને જીજી હોસ્પિટલના સનિયિર ડોકટર વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આરોગ્ય ટીમો જે વિસ્તારનમાં કોલેરા પોઝિટિવ કેસનો થયા છે તે વિસ્તારની મુલાકાત લેશે અને ગાંધીનગર ની આવેલી આરોગ્ય ટીમ પણ સાથે રહેશે.