Gujarat

પ્રાચી તીર્થ ખાતે ડિમોલોશન હાથ ધરાયું.. રોડ પર ની દુકાનો ના છાપરા ઓટા તોડયા 

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ની આગેવાની હેઠળ ડીમોલેસન હાથ ધરાયું 
સુત્રાપાડા તાલુકાના  પ્રાચી તીર્થ ખાતે ગત રોજ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા  મામલતદારશ્રી સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી સુત્રાપાડા તલાટીકમ મંત્રી ઘટીયા પ્રાચી, રાહુલભાઇ મોરી રેવન્યુ વિભાગ તલાટીકમ મંત્રી પંકજ ભાઈ ચોહાણ પ્રાચી ખાતે રૂબરૂ મુલાકાતે આવી તમામ દુકાનદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ડીમોલેસન માટે જાણ કરવા માં આવી હતી જેમાં  પ્રાચી તીર્થ ના તમામ નાના મોટા વેપારી મિત્રો દુકાનદારો એ પોતાની દુકાનો ના છાપરા જાતેજ ઉતરી આ ડીમોલેસન માં સાથ સહકાર આપ્યો હતો
 જેમાં આજ રોજ  જિલ્લા કલેકટર ની આગેવાની હેઠળ પ્રાચી તીર્થ નું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રાચી  માધવરાયજી રોડ, મ્હોબતપરા રોડ, મધવરાયજી પાર્કિંગ ગ્રાઉન્ડ,વેરાવળ કોડીનાર હાઇવે  સહિત ના રોડ પર આવતી તમામ દુકાનો ના, છાપરા  તેમજ દુકાન ના શટર સુધીના ઓટા જેસીબી ની મદદ થી  તોડી પાડવામાં આવ્યા હતા