સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં આજે ૩.૦૫ ટકાનો વધારો જાેવા મળ્યો
સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં આજે ૩.૦૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે. આ વધારા બાદ મ્જીઈમાં સુઝલોન એનર્જીના શેરની કિંમત રૂપિયા ૫૬.૪૯ના સ્તરે પહોંચી ૫૫.૬૮ પર બંધ થયો હતો. કંપનીના શેર ૨૦૧૦ પછી પ્રથમ વખત અહીં સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. સુઝલોનના રોકાણકારો માટે આ સપ્તાહ શાનદાર રહ્યું છે. કંપનીના શેરમાં સતત પાંચમા દિવસે વધારો નોંધાયો છે. આ સપ્તાહે કંપનીના શેરના ભાવમાં ૬.૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે.
જૂન મહિનામાં સુઝલોન એનર્જીને મોટો ઓર્ડર મળ્યો હતો. કંપનીને ૧૧ જૂનના રોજ MPIN એનર્જી પાસેથી ૧૦૩.૯૫ મેગાવોટનું કામ મળ્યું હતું. અગાઉ મેના છેલ્લા સપ્તાહમાં કંપનીને જ્યુનિપર ગ્રીન, આદિત્ય બિરલા ગ્રુપ અને ઓયેસ્ટેસ ગ્રીન હાઇબ્રિડ પાસેથી કામ મળ્યું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુઝલોન એનર્જી પર નજર રાખતા ૫ નિષ્ણાતોએ તેને ખરીદવાની સલાહ આપી છે. ICICI સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલીએ અનુક્રમે રૂ. ૬૦ અને રૂ. ૫૮.૫ના લક્ષ્યાંક ભાવ નક્કી કર્યા છે.
હાલમાં કંપનીના શેર સમાન સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. સુઝલોન એનર્જીના સ્થાનીય રોકાણકારો માટે અત્યાર સુધીનું આ એક શાનદાર વર્ષ રહ્યું છે. ૨૦૨૪માં કંપનીના શેરની કિંમતમાં ૪૭ ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં કંપનીનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર ૫૬.૪૫ રૂપિયા અને ૫૨ સપ્તાહનું નિમ્ન સ્તર ૫૬.૭૩ રૂપિયા છે. કંપનીના શેર આજે ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ હતા. સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ રૂ. ૭૫,૬૧૮.૧૧ કરોડ છે.