છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભાની અંદર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભાની અંદર કુલ 17 જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને છોટાઉદેપુર તાલુકામાં વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને છોટાઉદેપુર તાલુકામાં વિકાસ વધુ કઈ રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

