Gujarat

લીલાશાહ અંડરબ્રિજ માટે રી ટેન્ડરીંગ કરાયું; 30 કરોડના પહેલાના ટેન્ડર બાદ ભાવો વધી જતા ફરી એકડો ઘુંટાશે

ગાંધીધામ માટે લીલાશાહ રેલવે ક્રોસીંગના ફાટકથી છુટકારા માટે હજી થોડી વધુ રાહ જોવી પડશે. સુત્રોએ જણાવ્યું કે સીમેન્ટ અને અન્ય રો મટીરીયલના ભાવોમાં વધારાના કારણે રી ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. આ વચ્ચે નવી વાત સામે આવી કે લીલાશાહ કુટીયા અંડરબ્રિજ બન્યા બાદ જુમારપીર ફાટકમાં અંડરબ્રિજ માટેનું કામ પણ શરૂ કરાશે.

લીલાશાહ ફાટક એટલે કે ગાંધીધામ આદિપુર અને મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તાર વચ્ચે હજારો લોકોને રોજ આવતી એક બાધા. અંદાજે 20 હજાર લોકો મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારથી રોજ આ રેલવે ક્રોસીંગ ક્રોસ કરે છે અને તે પણ ત્યારે જ્યારે દિવસના 100થી વધુ ટ્રેનો અહી થી પસાર થાય છે

દર થોડી મિનિટોએ ફાટક બંધ રહે છે. એક અંદાજા મુજબ દરરોજ 60 વાર આ ફાટક બંધ થાય છે અને બે બે ટ્રેનોને એક સાથે રવાના કરવા ક્યારેક તો વિલંબનો ગાળો 15 મિનિટથી 30 મિનિટનો થઈ જાય છે.