સાયબર ફ્રોડ કરતી ટોળકી એક બાદ એક નવા કિમ્યા અપનાવી લોકોને ઠગવાનો પ્લાન ઘડી જ લે છે. સોશીયલ મીડિયા થકી લોકોના સંપર્કમાં આવ્યાં બાદ, મેમ્બરશીપ માટે એક્ઝીક્યુટીવને ઘરે મોકલી છેતરપીંડી કરવાનો મામલો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં રહેતા ધર્મેશ ચૌહાણે ુટ્ઠંષ્ઠરખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ષ્ઠદ્બ સાથે ટેલિફોનીક વાતચિત કરી તેમની સાથે થયેલી છેતરપીંડી અંગે જણાવતા કહ્યું કે, થોડા દિવસ પૂર્વે મારા મમ્મીએ સોશીયલ મીડિયા પર watchgujarat.com ની જાહેરાત જોઇ હતી. જે બાદ તેમણે ઇન્કવ્યારી કરતા બીજા દિવસે LVH (LONG VISION HOSPITALITY PVT.LTD) કંપનીમાંથી કોલ આવ્યો અને તેમણે કંપની વિષે જાણકારી આપી હતી. આ સાથે તેમણે મેમ્બરશીપ પ્લાન પણ જણાવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, તમે રસ ધરાવતો હોય તો અમે તમારા ઘરે આવીને તમને વધુ જાણકારી આપી શકીયે છે.
જેથી મારા મમ્મીએ ઘરનુ એડ્રેસ આપતા બીજા દિવસે કંપનીનો એકઝીક્યુટીવ અમારા ઘરે આવ્યો હતો. તેણે કંપની વિશે જાણકારી આપી અને મેમ્બરશીપ પ્લાન અંગે સમજાવ્યું હતુ. આ સમયે હું પણ ત્યાં હાજર હતો, તેની વાત સાંભળી અને કંપનીનું બ્રોશર જોતા અમને વિશ્વાસ આવ્યો અને મેમ્બરશીપ પેટે રૂ. ૬૦ હજાર અમે કાર્ડ સ્વાઇપ કરીને ચુંકવ્યાં હતા. જે બાદ મારા ભાઇને પણ મેમ્બરશીપ લેવાની હોવાથી તેણે કંપનીએ એક લીંક મોકલી અને તેના મારફતે તેણે રૂ. ૬૦ હજારની ચુંકવણી કરી હતી. થોડી દિવસ બાદ મારા ભાઇને ગોવા જવાનું થયું, જેથી તેણે ન્ફૐ કંપનીમાં કોલ કરી હોટલ બુકીંગ કરાવ્યું, ત્યાં પહોંચતા તેને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ બુકીંગ તો સ્છદ્ભઈ સ્રૂ ્ઇૈંઁ મારફતે થયું છે.
આ સાંભળી તે ચોંકી ઉઠ્યો અને તેણે મને જાણ કરી હતી. જેથી કંપનીની વેબસાઇટ પર આપેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરી મેમ્બરશીપના રૂપિયા પરત માગતા તેમણે ચેક મોકલી આપ્યો હતો. જે ચેક અત્યાર સુધી બે વખત બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો છે. સોશીયલ મીડિયા પર દરશાવેલી કંપનીની વેબસાઇટ પર તેઓની દરેક રાજ્યામાં ઓફીસ હોવાની માહિતી આપવામાં આવી છે. પરંતુ તે ખોટી હોવાનુ ફલીત થાય છે.
મેં એક નંબર પર જ્યારે કોલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, થોડા મહિના પહેલાજ અમારી રિસોર્ટમાંથી આ કંપનીની લીઝ પુરી થઇ ગઇ છે. ન્ફૐ કંપનીની વેબસાઇટ પર આપેલા કસ્ટમર કેરમાં કોલ કોઇ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આવી જાહેરાતો મારફતે આ કંપની લોકો સાથે છેતરપીંડી કરતી હોવાથી આ મામલે મેં સાયબર ફ્રોડ હેલ્પલાઇનમાં ફરીયાદ નોંધાવી છે.

