Gujarat

ખંભાળિયાની ગ્રામ્ય શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય ચકાસણી

શાળાએ આવતા બાળકો તંદુરસ્ત રહે અને પ્રાકૃતિક શાંત વાતાવરણમાં પ્રફુલ્લિતતાથી અભ્યાસ કરી શકે તે હેતુથી ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે શાળાના તમામ બાળકોની આરોગ્ય તપાસણી શાળા ખાતે હેલ્થ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં બાળકના સ્વાસ્થ્ય, દાંત, આંખ, ત્વચા, ઉંમર પ્રમાણે વજન, ઊંચાઈ વગેરેની બાબતે તાપસ કરી, આ અંગેની જરૂરી નોંધ પણ કરવામાં આવી હતી. ચેકઅપ કેમ્પમાં જિલ્લા પંચાયતના તબીબ ડૉ.નીરજ ભુત દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી, સ્વાસ્થ્ય કાળજી, ખોરાક અને પાણી વિશે યોગ્ય જરૂરી માર્ગદર્શન આપવા આપવામાં આવ્યું હતું.

આ આરોગ્ય તપાસણીમાં બાળકોમાં સારવારની જરૂર જણાય, તે બાળકોના વાલી સાથે વાત કરીને તેમને જનરલ હોસ્પિટલ ખાતે નિયત તારીખે વિના મૂલ્યે નિદાન તથા સારવાર મેળવવા માર્ગદર્શન અપાયું હતું. વધુ સારવાર માટે 10 લાખ કે તેથી વધુનો ખર્ચ થાય તો પણ વાલીને અહીં સરકારી યોજનામાં તમામ સારવાર વિના મૂલ્યે મળી રહે છે તેમ પણ સૂચન કરાયું હતું.