આઈપીઓમાં જ્યારે ઈન્વેસ્ટર પૈસા લગાવે છે તો હાઈ રિટર્નની આશા રાખે છે. રેવલે સેક્ટર્સની કંપની રેલ વિકાસ નિગમનો આઈપીઓ ૫ વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરની કિંમતમાં ૩૪ ગણો વધારો થયો છે. નોંધનીય છે કે રેલ વિકાસ નિગમનું લિસ્ટિંગ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના થયું હતું.
રેલવે વિકાસ નિગમના શેરની કિંમતોમાં લિસ્ટિંગથી અત્યાર સુધી ૩૪૦૦ ટકાની તેજી જાેવા મળી છે. આ વર્ષે અત્યાર સુધી રેલવે વિકાસ નિગમ લિમિટેડના શેરનો ભાવ ૨૪૭ ટકા ઉપર ગયો છે. નોંધનીય છે કે શુક્રવારે કંપનીનો શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. બીએસઈમાં કંપનીનો શેર કાલે ૬૪૫ રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ સુધી પહોંચી ગયો હતો. પરંતુ બજાર બંધ થવા સમયે કંપનીનો શેર ૦.૫૫ ટકાના ઘટાડા સાથે ૬૨૬.૫૫ રૂપિયાના લેવલ પર હતો.
કંપની માટે સારી વાત છે કે સરકાર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રેલવે મિનિસ્ટ્રી ૪૪૮૫ નોન એસી કોચ ચાલુ નાણાકીય વર્ષમાં બનાવવા જઈ રહી છે. તો આગામી નાણાકીય વર્ષમાં ૫૪૪૪ નોન એસી કોચ બનાવવામાં આવશે. તેવામાં કંપનીને મોટું કામ મળી શકે છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૧૪૦ ટકાની તેજી જાેવા મળી છે. એટલે કે માત્ર ૯૦ દિવસમાં કંપનીના પૈસા ડબલ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકના ભાવમાં ૫૯.૮૦ ટકાનો વધારો થયો છે. રેલ વિકાસ નિગમનું ૫૨ વીકનું લો લેવલ ૫૬૩.૯૦ રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ ૧,૩૦,૬૩૬.૯૩ કરોડ રૂપિયાનું છે.