Gujarat

ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારાથી બેસિક વેતન ૨૬૦૦૦ રૂપિયા થઈ શકે છે

૨૩ જુલાઈ ૨૦૨૪ના નાણામંત્રી ર્નિમલા સીતારમણ પૂર્ણ બજેટ રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બદેટથી સરકારી કર્મચારીઓને ખુબ આશા છે. સરકારી કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યાં છે. આ વખતે તેમાં વધારાની આશા છે કારણ કે તે આશા કરી રહ્યાં છે કે સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. જાે તેમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓ માટે બેસિક સેલેરી નક્કી કરે છે.

બેસિક સેલેરીના આધાર પર ભથ્થા પણ નક્કી થાય છે. બેસિક સેલેરી અને ભથ્થાને મેળવી જે પૈસા બને છે તે તમારો પગાર હોય છે. ફિટમેન્ટ ફેક્ટર બેસિક સેલેરી નક્કી કરવાનો આધાર છે.
ફિટમેન્ટ ફેક્ટરને છેલ્લે ૨૦૧૬માં વધારવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓના મિનિમમ બેસિક વેતનને ૬ હજાર રૂપિયાથી વધારી ૧૮,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું હતું. ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારાથી મિનિમમ બેસિક સેલેરી ૨૬,૦૦૦ રૂપિયા થઈ શકે છે. વર્તમાનમાં મિનિમમ બેસિક સેલેરી ૧૮૦૦૦ રૂપિયા છે, જે વધી ૨૬૦૦૦ રૂપિયા થઈ જશે.

એટલે કે બેસિક પગારમાં ૮ હજારનો વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરને ૨.૫૭ ગણાથી વધારી ૩.૬૮ ગણું કરવું પડશે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની જાહેરાતથી તેના પગારમાં વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર સીધો ૮ હજાર રૂપિયા વધી જશે. બેસિક વેતન વધવાથી તેની સાથે જાેડાયેલા ભથ્થા જેમ કે મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્ટ વગેરે વધી જશે કારણ કે તે બેસિક સેલેરીના આધાર પર મળે છે.

જાે બેસિક પગાર ૧૮૦૦૦ રૂપિયાથી વધારી ૨૬ હજાર થાય તો મોંઘવારી ભથ્થું વધી જશે. મોંઘવારી ભથ્થું બેસિક વેતનના ૫૦ ટકાની બરોબર છે. મોંઘવારી ભથ્થાની ગણતરી ડીએના દરને બેસિક પે સાથે ગુણાકાર કરી કાઢવામાં આવે છે. એટલે કે બેસિક વેતનમાં વધારો થવાથી ઓટોમેટિક મોંઘવારી ભથ્થામાં વધારો થઈ જશે.