Gujarat

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લામાં ડુંગરવાંટ-જાંબુઘોડા રોડ પર નવા બનેલા સ્લેબ ડ્રેઈનનું નિરીક્ષણ કર્યું

 છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી  ભીખુસિંહજી પરમારે ડુંગરવાંટ-જાંબુઘોડા રોડ પર નવા બનેલા સ્લેબ ડ્રેઈનનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે સ્લેબ ડ્રેઈનમાં પડેલી તિરાડ અને સ્લેબ ડ્રેઈન પરના રોડ પર પડેલા ખાડાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરવા સૂચના આપી હતી.
 આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, માર્ગ અને મકાન (પંચાયત)ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.