છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળના સજ્જાદા નસીન હાજી પીર સૈયદ નિઝામુદ્દીન ચિશતી બાવા સાહેબનો 68 મો ઉર્સ અને ગુરુ પૂર્ણિમાના સમન્વય નિમિતે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટયું હતું. ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક ,કોમી એકતાના હિમાયતી..એક સંપીના ચાહક મોટા મિયા માંગરોળ ની ગાડીના સજ્જાદા નસીન સૈયદ પીર હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબ નો 68 મો ઉર્સની પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે,ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબના હજારો ભક્તો છે જે આ ઉર્સના મેળામાં ઊમટતા હોય છે.
પોતાના પીર ગુરુ એવા બાવા સાહેબની શાનમાં ભજનની રમઝટ બોલાવે છે. યોગાનુયોગ એક તરફ ઉર્સનો પ્રસંગ અને સાથે આજે ગુરુ પૂર્ણિમા પણ છે. ત્યારે આજના દિવસે શિષ્યો ગુરુના શરણે જતા હોય છે..ત્યારે છોટાઉદેપુર ખાતે હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબની દરગાહ ખાતે તેમના સેંકડો અનુયાયીઓ ઉમટ્યા હતા,
આજે સંદલ અને કાલે 22એ ઉર્સની હર્ષો ઉલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી થવાની છે. જેમાં પણ હજારો હિન્દૂ મુસ્લિમ ભક્તો ,મુરીદો ઉમટશે જેમના રહેવા જમવા માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ છોટાઉદેપુરના ભગત પરિવાર અને યુવા સામાજિક કાર્યકર પરવેઝ મકરાણી દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, સંદલ શરીફ અને ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ,મુરીદો જોડાશે ,તો એકતરફ ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ તો બીજી તરફ કવ્વાલો દ્વારા કવ્વાલી નો જલશો એકજ સંકુલમાં જોવા મળશે.બાવા સાહેબના 68 મા ઉર્સની સાથે ગુરુ પૂર્ણિમા ની ઉજવણીને લઈ તેમના ભત્રીજા કદિર મિયા પીરજાદા એ શું કહ્યું..

