છોટાઉદેપુર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપના યુવા નેતા દિનેશભાઈ રાઠવા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર નાહરસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા.

