છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાંથી આજે વહેલી સવારે એક પોકસો અને બળાત્કારના ગુનાનો આરોપી હાથકડીમાંથી હાથ કાઢીને ફરાર થઈ ગયો છે. જેને ઝડપી પાડવા જિલ્લામાં પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે. છોટાઉદેપુર સબ જેલમાં એક પોકસો અને બળાત્કારના ગુનાનો આરોપી પ્રવીણ મથુરભાઈ રાઠવા બંધ હતો.
જેને ગઈકાલે પેટમાં દુખાવો, તેમજ ચક્કરની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે લાવવામાં આવ્યો હતો. જેને રાત્રે પલંગ સાથે હાથકડી બાંધી રાખવામાં આવ્યો હતો. જે આજે સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં હાથ કડીમાંથી હાથ કાઢીને જાપ્તાની પોલીસને ચકમો આપીને હોસ્પિટલમાંથી ભાગી ગયો છે.આ ઘટનાની જાણ થતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. અને ફરાર થયેલ આરોપી પ્રવીણ મથુરભાઈ રાઠવાને શોધવા માટે જિલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે.

