Gujarat

ગીર જંગલની મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ખાતે ભારે વરસાદના પગલે તમામ નદીઓમાં પુર આવ્યુ…

મચ્છુન્દ્રી ડેમ 80 ટકા ભરાયો… ઉના ગીરગઢડાના 16 ગામોને એલર્ટ કરાયા..

ગીર જંગલની મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસીશ્યામ
ખાતે ભારે વરસાદના પગલે જંગલ માંથી પસાર થતી તમામ નદીઓ નાળાઓમાં પુર આવ્યુ હતું. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગીર પંથક માથી પસાર થતી શાહી નદી, દ્રોણની મચ્છુન્દ્રી નદી, રાવલ, બાબરીયા, થોરડી ગામ પાસેથી પસાર થતી શાંગાવાળી નદી, રૂપેણ નદી સહીતની નદીઓમાં પુર આવ્યુ હતું. સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરના પગથીયા પાસેથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને પાસે આવેલી નદી નાળાંમાં પણ ભારે પુર આવ્યુ હતું.
ગીરગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી  જળાશયમાં પાણીની આવક વધતાં, જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે 80 ભરાઈ ગયેલ છે. હાલનું  લેવલ 108 મીટર છે. ઉંડાઇ 8.50 મીટર છે અને ગ્રોસ જથ્થો 25.4303 મી. ઘન મીટર છે. પાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. જેથી નીચાણવાળા  વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે.
નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા, તેમજ ઢોર ઢાખર અને વાહન પસાર  કરવા નહીં. તેવી ચેતવણી અપાય જવા તેમજ સાવચેત રહેવા ગીરગઢડા તાલુકાના રસુલપરા, કોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર, ઝુડવડલી, મેણ, ગુંદાળા ઉના તાલુકાના ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર સહિત 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમનું લેવલ 108 મીટર, ઉંડાઈ  8.50 મીટર, જથ્થો 25.4306 મી.ઘ.મી., ઈનફ્લો 5297 ક્યુસેક છે.