ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમમાં પાણીની સપાટી 20.20 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ ડેમમાં 1771 ક્યુસેક પાણીની આવક છે. ભાદર ડેમની ઉંડાઇનું લેવલ 34 ફૂટ છે. વર્ષ 2024માં સતત 26મી વખત ઓવરફ્લો થશે.

1964માં ડેમ નિર્માણ થયો હતો ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન
જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર-1 ડેમના નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.

