ઉનાના કંસારી ગામ નજીક થી બાઈક ચોરી કરનાર શખ્સને એસ.ઓ.જી.ટીમે બાર વર્ષ પહેલા બાઇક ચોરને કંસારી ગામ નજીકથી બાઈક મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરી શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા એ મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના પીઆઇ જે.એન.ગઢવી, ઈ.ચા.પો.ઇન્સ.એ.બી. જાડેજાના માર્ગદર્શન મુજબ પી એસ આઈ પી.જે.બાટવા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમી આધારે ઉના બાયપાસ કંસારી ચોકડી પાસેથી પ્રવિણ હરિસિંહ ચૌહાણને બાઈક નં.GJ-10-AQ-4527 સાથે સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અગાઉ બાર વર્ષ પહેલા જામનગર સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૭૯ તા.6 જુલાઈ 2012 ના રોજ ગુન્હો દાખલ થયેલ હતો. જીલ્લા એસ ઓ જી બ્રાન્ચે બાઈક ચોરી કરનાર પ્રવિણ હરિસિંહ ચૌહાણને કંસારી ગામની ચોકડી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.