ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી અમુક જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડના વડોલી ગામે દ્ગડ્ઢઇહ્લ અને કીમ પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયેલા ૪ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે.
વડોલી ગામે કીમ નદી કિનારે બનાવેલા ફાર્મ હાઉસમાં એક મહિલા સહીત ચાર લોકો ફસાયા હતા. સ્થાનિકો એ વહીવટી તંત્ર ને જાણ કરતા એન ડી આર એફ અને કિમ પોલીસ પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. ચાર ગાય તેમજ એક વાછરડાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. જો કે હવે, કીમ નદીમાં ધીમે-ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.
સુરતમાં વરસાદ બંધ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્ર દ્વારા અત્યાર સુધી ૩૦૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાં બે લોકોના તણાઈ જવાથી મોત થયા છે. જીડ્ઢઇહ્લ, દ્ગડ્ઢઇહ્લ અને પોલીસની ટીમો લોકો માટે દેવદૂત બની છે. અસરગ્રસ્ત લોકોને સરકારની મદદ મળે તેવા તંત્રના પ્રયાસો છે. તલાટી સહિતના અધિકારીઓને હજુ સ્થળ ન છોડવાના આદેશ છે.