Gujarat

રાવલ ડેમ 80% ભરાતા નાં બે દરવાજા ખોલાયા…

ગીરના ઉપરવાસમાં મધ્યમ વરસાદના કારણે ગીરગઢડાના ચિખલકુબા નજીક રાવલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના બે દરવાજા 0.051ખોલાયા…ઉના ગીરગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરાયા..

ગીર જંગલના ઉપરવાસમાં મધ્યમ વરસાદના કારણે ગીરગઢડાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના બે દરવાજા 0.051 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી રાવલ ડેમ હેઠળ નીચાણ વાળા 18 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. અને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના સાથે એલર્ટ કરવામાં આવ્યાં છે.
ગીરગઢડાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ જળાશયમાં ઉપરવાસમાં ભારે મધ્યમ વરસાદના કારણે પાણીની આવક વધતાં રાવલ ડેમ ડીઝાઇન સ્ટોરેજના 80% એટલે કે આર એલ. 146.455 મીટર, ઉંડાઇ 16.60 મીટર તથા જીવંત જથ્થો 18,5696 એમ.સી.યુ.એમ. આજ રોજ ભરાયેલ હોય, જેથી રાવલ ડેમની સલામતીને ધ્યાને રાખી રૂલ લેવલ જાળવવા જરૂર સુચનાથી રાવલ ડેમના દરવાજા ખોલવાની પરીસ્થીતી ઉપસ્થીત ઊભી થઈ હતી. જેથી સામી સાંજના સમયે રાવલ ડેમના 2 દરવાજા 0.051 મીટર ખોલવામાં આવેલ છે. જેનો પ્રતી સેકન્ડ પ્રવાહ 366 ક્યુસેક્સ છે. જેથી રાવલ જળાશયના નીચાણ વાળા વિસ્તારમા આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા (હાઇ એલર્ટ) સંપુર્ણ સતર્ક રહેવાં સેક્શન ઓફીસર રાવલ ડેમ સાઈટ દ્રારા એલર્ટ કરવામાં આવ્યાં છે.
રિપોટર – સાકીબ સેખ