ગીરગઢડાના ફૂલકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા તમામ ચૌદ ગામોમાં વર્તમાન ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ વિવિઘ વિસ્તારોમાં દવા છંટકાવ કરવાનીની ઝુંબેશ ચલાવવાની સાથે શાળાના બાળકોને આ વાયરસ વીશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/07/IMG-20240727-WA0023.jpg)
હાલ ચાંદીપુરા વાઇરસ તેમજ મચ્છરજન્ય રોગચાળાની તકેદારીના પગલે ગીરગઢડા તાલુકાના ફૂલ્કા પી. એચ. સી દ્વારા આયુષ મેડિકલ ઓફિસર ડો, રણજીત ગોહિલ અને મેડિકલ ઓફિસર ડો. ઋષિક નકુમના માર્ગદર્શન મુજબ ફૂલકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં મેલથીયોન ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. તેમજ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મચ્છર માખી દ્વારા ફેલાતા રોગોથી બચવાના ઉપાયો અંગે શિક્ષણ આપવામાં આવ્યું.
રિપોટર – સાકીબ સેખ