અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા લીંબડી હાઇવે સર્કલ નજીકના ઓવરબ્રિજ પર 10 ફૂટથી વધુ પહોળું ગાબડું પડ્યું છે. હજુ 10 મહિના પહેલાં જ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.
બ્રિજના સળિયા દેખાઈ જતાં એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. શુક્રવારે રાત્રીના 2:30 વાગ્યાની આસપાસ વિવેક વાઘેલા નામનો યુવાન તેમના પરિવાર સાથે કારમાં નિકળ્યો હતો અને તેની કારનું ટાયર ખાડામાં આવી જતા કાર ઉછળી હતી અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જોકે કાર કાબુ થઇ ગઇ હતી. પરંતુ તેમાં નુકશાન થયું હતું. પરિવારના સભ્યોને સદનસીબે કોઇ ઇજા થઇ ન હતી.