સુરત ખાતે યોજાપટેલનેયેલ વાવ વિંગ્સ ફોર ડ્રીમ્સનાં ડાયરેક્ટર મિસ પ્રીતિ જૈન બોડકિયા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથ નિભાના સાથીયાનાં ટીવી એક્ટર દિપક વાઘેલા અને મિસ કોલકાતા એવાં ચિત્રા ચેટર્જી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમનાં હસ્તે સુરત જિલ્લા પંચાયતમાં ચોર્યાસી તાલુકામાં પી.એસ.સી. ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજતાં ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલને બેસ્ટ સાયકલિસ્ટ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે બાબતે સહ કર્મચારીગણ તથા મિત્ર વર્તુળે તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
