પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ બાદ મૃતકનું મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ જ કરાશે કાર્યવાહી : પીઆઈ પ્રકૃતિ ઝણકાટ
ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં મકાનમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે અને તેના માથા ઉપર સામાન્ય ઈજા હોવાના કારણે મોતનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મોત માથામાં થયેલી ઈજાના કારણે થયું છે કે આકસ્મિક મોત થયું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે ડાહ્યા ફળિયામાં રહેતા જાકીર હશન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા અને મૃતકના માથા ઉપર સામાન્ય ઈજા હોય અને લોહી નીકળતું હોય જેથી તેનું મોત કોઈ બોથડ પદાર્થ મારવાથી કે પછી પટકવાથી થયું છે. તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
તાલુકા પોલીસ મથકના પી.આઈ પ્રકૃતિ ઝણકાટે કહ્યું હતું કે, મૃતકના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેની હત્યા થઈ છે કે કેમ તે જાણી શકયું નથી અને મૃતકના માથામાં સામાન્ય ઈજા હોય અને તે ઈજાથી હત્યા થઈ હોય તેવું માણી શકાતું નથી. મૃતકનો પરિવાર મૃતકની પત્ની ઉપર શંકા કરતા પોલીસે પણ તેની ઝીણવટ ભરી પૂછપરછ કરી છે. જાકીર પટેલને હ્રદય રોગના હુમલા પણ આવતા હતા અને તેની પણ શસ્ત્રક્રિયા કરી સારવાર અગાઉ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
જેથી મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવશે અને તેમાં મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.માથામાં સામાન્ય ઈજા હોય અને હ્રદય રોગના હુમલાથી થયું હોય તે દિશામાં તથા તેને માથામાં કેવી રીતે ઈજા થઈ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મૃતક જયારે ઘરમાં હતો ત્યારે તેની પત્ની ઘરમાં હાજર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેથી સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિરલ ગોહિલ, ભરૂચ