Gujarat

‘ગાયો-ભેંસો દરરોજ અહીં જ ચરાવીશું’ કહીને 10 પશુપાલકોએ 2 ભાઈને લાકડીઓથી ઢોર માર માર્યો, જાનથી મારી નાંખવાની ધમકી આપી

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં બે ભાઈઓને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મકરપુરા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પશુપાલકોનું ટોળું લાકડીઓ લઈને બે ભાઈઓ પર તૂટી પડ્યું હતું.

વડોદરા શહેરના જામ્બુવા ગામમાં રહેતા નિશિત પટેલ (ઉં.વ.31)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 27 જુલાઈના રોજ સાંજના 5.30થી 6 વાગ્યાના અરસામાં હું અને મારા મોટાભાઈ પ્રજેશ માણેજા વોલ્ટેમ કંપની પાછળ આવેલા અમારા ખેતરમાં કામ કરતા હતા. તે વખતે જશોદા કોલોનીમાં રહેતા મોહન ભરવાડ તેની સાથે ગાયો અને ભેંસોનું ટોળું લઇને અમારા ખેતરમાં ઘુસી આવી ગાયો ભેંસો ચરાવવા લાગ્યા હતા.