Gujarat

૧ ઓગસ્ટથી ૫ મોટા ફેરફારો થશે, જેની સીધી તમારા ખીસામાં અસર થશે

જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઑગસ્ટ (August 2024)) શરૂ થવાનો છે. માત્ર બે દિવસ બાકી છે અને તે પછી, ૧ ઓગસ્ટથી (Rule Change From 1st August) દેશમાં ઘણા મોટા ફેરફારો જાેવા મળશે, જેમાં એલપીજી સિલિન્ડરની (LPG Cylinder Price) કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના (Credit Card Rule Change) નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.

ગૂગલ મેપ (Google Map) પણ ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થશે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જીસ ૭૦ ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં (Indian Rupee) પેમેન્ટ લેશે.

જાે ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ બેંક હોલી ડે લિસ્ટ મુજબ, આખા મહિનામાં ૧૩ દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને નવા ભાવ ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ વાગ્યાથી લાગુ પડે છે. ભૂતકાળમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જાેવામાં આવ્યા છે, પરંતુ ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલી જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં Commercial PLG Cylinder કિંમતમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે.

સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ  અને ના ભાવમાં પણ સુધારો કરે છે. નવી કિંમતો પણ ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC Bank 1 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે.

HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી , થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ ઝ્રઇઈડ્ઢ,CRED, Paytm, Mobikwik, Freecharge પર કરવામાં આવશે તો પ્રતિ ટ્રાન્જેક્શન ૧% ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૩,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ૧૫,૦૦૦ રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઈંધણના વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં, જાે કે, ૧૫,૦૦૦ રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર ૧% ચાર્જ લાગશે.