તાજેતરમાં રમત ગમત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કે.કે.હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ જુદી જુદી રમતોમાં શાળાના ખેલાડીઓએ ભાગ લીધેલ.જેમાં કબડી સ્પર્ધામાં શાળાની ટીમ ફાઈનલ સુધી પહોંચેલ. તેમજ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ૧૪ થી ૧૭ વર્ષ સુધીના વિભાગમાં બરછી ફેકમાં ચૌહાણ પૃથ્વી કમલેશભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ.તેમજ ૧૭ વર્ષથી ઉપરના વિભાગમાં બરછી ફેકમાં વાઘ કાનો મુન્નાભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ.
ગોળાફેક સ્પર્ધામાં કુડેચા મનીષ કેસુભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. ૧૦૦ મીટર દોડમાં૧૪ થી ૧૭ વર્ષના વિભાગમાં ચૌહાણ નયન વિપુલભાઈ દ્વિતીય નંબરે આવેલ તો સાથે સાથે ચૌહાણ રહેમાન પણ ૧૦૦મીટર દોડમાં ૧૭ વર્ષથી ઉપરના વિભાગમાં દ્વિતીય નંબર મેળવેલ ૪૦૦ મીટર દોડમાં ચારોલા હરપાલ વિનુભાઈએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ. હથોડા ફેંક સ્પર્ધામાં ગોહિલ અમન ભરતભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના વ્યાયામ શિક્ષક ગૌરાંગભાઈ જોશીએ માર્ગદર્શન આપી તૈયાર કરેલ.
આ તકે નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય આશિષભાઈ જોશીએ તથા શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉત્તરોત્તર પ્રગતિ કરો અને શાળા તથા તમારું નામ રોશન કરો તેવા આશીર્વાદ આપેલ તેમ રવિ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

