ખંભાળીયા હાઈવે પર પુરપાટ જતી કારે રીક્ષાને હડફેટે લેતા તેમાં રહેલા આધેડને ગંભીર ઈજા થવાથી મોત થવાના બનાવે ખંભાળિયામાં ભારે ચર્ચા જગાવી છે.
ખંભાળીયાથી આશરે પાંચેક કી.મી.દૂર ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવે પર ગઈ રાત્રે આશરે અગિયાર વાગ્યાના સુમારે એક ફોર વ્હિલ કાર જી.જે.37.એમ.7580 નંબરના ચાલકે વડવાળા હોટલ નજીક ખંભાળીયા તરફ આવી રહેલ ઓટો રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ફગોળાઈને રોડથી દૂર પડતા રિક્ષામાં સવાર ખંભાળીયાના કે.જી.એન. સોસાયટીના રહીશ અનવરશાહ રહેમાનશાહ શાહમદાર ઉવ.55ને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતના બનાવ બાદ રીક્ષા ચાલકને 108 મારફત અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં હાજર તબીબ દ્વારા 55 વર્ષીય અનવરશાહ નામના પ્રૌઢને મૃત જાહેર કરાતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. આ સમગ્ર મામલે ખંભાળીયા પોલીસ મથકમાં જી.જે.37.M. 7580 નંબરની કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ખંભાળીયા પી.એસ.આઈ નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.