Entertainment

અરમાન અને લવકેશ એકસાથે આઉટ થયા

જિયો સિનેમાનો ચચિર્ત શો બિગ બોસ ઓટીટી ૩ જ્યારથી પડદાં પર આવ્યો છે, ત્યારથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ શોમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા અને મેકર્સે આશો માટે કોઈ કસર છોડી નથી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બિગ બોસના ફાઈનલ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બિગ બોસ ઓટીટી ૩ પહેલા ૨ ખેલાડીઓ ઘરમાંથી બહાર થયા છે. આ બંન્ને ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ અરમાન મલિક અને લવકેશ છે.

બિગ બોસ ઓટીટી ૩માં વિશાલ પાંડે અને શિવાની કુમારીનું એવિક્શન થયા બાદ ઘરમાં ૭ સ્પર્ધક રહ્યા હતા. જેમાં અરમાન મલિક, લવકેશ કટારિયા, સના મકબુલ, સાંઈ કેતન, રણવીર શૌરી , નેજી અને કૃતિકા મલિક, ત્યારબાદ ઘરમાં એક નોમિનેશન ટાસ્ક થયો હતો. ઘરના સભ્યોને ૨ ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. એક ટીમમાં લવ, સના અને સાંઈ તો બીજી ટીમમાં નેજી , કૃતિકા અને રણવીર હતા. અરમાન આખી સીઝન માટે નોમિનેટેડ છે. તેને સંચાલક બનાવવામાં આવ્યો હતો. હવે આ ટાસ્ક લવની ટીમ હારી ગઈ ત્યારબાદ ૪ લોકો નોમિનેશનમાં આવવી ગયા હતા.

જિયો સિનેમા પર ટાસ્ક બાદ વોટિંગ લાઈન ખોલવામાં આવી હતી પરંતુ મોટો ટિ્‌વસ્ટ આવ્યો હતો. આ વખતે મેકર્સે નોમિનેટેડ સ્પર્ધકોના ફોટો પર લખ્યું હતુ કે, તમે ક્યાં સ્પર્ધકને બચાવવા માંગો છો. પરંતુ આ વખતે લખ્યું હતુ કે, ક્યાં નોમિનેટેડ સ્પર્ધકને ઘરમાંથી બહાર કરવા માંગો છો. ત્યારબાદ એલિવેશ યાદવે એક વીડિયો શેર કર્યો અને ચાહકોને કહ્યું લવકેશને વોટ ન કરો, કારણ કે, આ વખતે બહાર નીકાળવા માટે વોટિંગ થઈ રહ્યું છે.

તમે લોકો લવને ઘરમાં જોવા માંગો છો, એલ્વિશે સલાહ પણ આપી હતી કે વાંચીને વોટિંગ કરો, લવકેશનું બટન દબાવતા નહિ. યુટ્યુબર હોવાને કારણે અરમાન મલિક અને લવકેશની ફેન ફોલોઈંગ સાઈ અને સના કરતાં વધુ છે. કટારિયાને એલ્વિશના ચાહકોનું સમર્થન પણ છે. આવી સ્થિતિમાં લોકોએ ઉપર લખેલી લાઈન વાંચી ન હતી અને મોટી ભૂલ કરી દીધી, જેના કારણે બંન્ને બહાર થઈ ગયા.