Gujarat

છોટીકાશીમાં પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ શિવાલયોમાં રોશનીથી શણગાર કરાયો

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવી દેવાલયોની નગરી નવાનગર- જામનગરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે જામનગરના જામ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને જળહળતી રોશનીથી શણગારવામાં આવે છે. પ્રતિ વર્ષ મુજબની આ પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, સુપ્રસિદ્ધ ભીડભજમ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિરને રાત્રે રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટથી સુશોભિત કરી દેવાયા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર પર ઝળહળતી રોશનીનો નઝારો ભાવી ભક્તો નિહાળી શકે, તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.