Gujarat

અંકલેશ્વરના ગોડાઉનમાં જોખમી રસાયણોયુકત ડ્રમ ધોવાનું કૌભાંડ

અંકલેશ્વરની તાપી હોટલ પાછળ આવેલાં ગોડાઉનમાં મંજૂરી વિના જોખમી ડ્રમ ધોઇને પ્રદૂષણ ફેલાવતાં સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ સામે આવેલા પ્લોટમાં દેવજી લાલજી વાઘેલાના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અસંખ્ય રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ મળી આવ્યાં હતાં. આ ડ્રમને ગોડાઉનની અંદર જ ધોવામાં આવતાં હોવાથી કેમિકલયુકત પાણી જાહેરમાં વહી જતું હતું.

આ કામગીરી માટે જીપીસીબી કે અન્ય કોઈ સક્ષમ અધિકારી ની મજૂરી પણ લેવામાં આવી ન હતી. જીપીસીબીને જાણ કરતા મોનીટંરીગ ટીમ સ્થળ આવી હતી અને પાણી તથા કેમિકલના નમૂના તપાસ માટે લીધા હતાં. પ્રાથમિક રીપોર્ટમાં આ કેમિકલમાં જોખમી રસાયણો હોવાનું જણાતા ગોડાઉનના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ડ્રમ કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.