Gujarat

રાણપુર PGVCL દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ

રાણપુર શહેર સહીત તાલુકામાંથી 20 લાખની વીજચોરી ઝડપાઈ 
રાણપુર,ધારપીપળા, કેરીયા,અળવ,અલમપુર,હાંસલપુર ગામે 180 કનેક્શન ચેક કરતા 35 વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ
બોટાદ જિલ્લાના રાણપુર PGVCL કચેરીના નવનિયુક્ત નાયબ ઇજનેર આર.એ.ચૌધરીએ ચાર્જ સંભાર્યા બાદ વીજ ચોરી કરતાં ઈસમો ઉપર દરોડા પાડીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાણપુર તાલુકાના ધારપીપળા,કેરીયા,અળવ,અલમપુર,હાસલપુર તેમજ રાણપુર સીટી સહિતના વિસ્તારોમાં PGVCL ની 11 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી 180 વીજ કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી 35 વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાય હતી. તેમજ અલમપુર ગામ નજીક આવેલ હોટલમાંથી વીજચોરી ઝડપી પાડી હતી અને 7 લાખનો દંડ ફટકાર્યો હતો કુલ 20 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણપુર પીજીવીસીએલ કચેરી દ્વારા કુલ ૨૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે..
તસવીર:વિપુલ લુહાર, રાણપુર