Gujarat

રાણપુરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન-નેત્રમણી કેમ્પ યોજાયો

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તેમજ નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 103 દર્દીઓએ પોતાના આંખની નિદાન કરાવી હતી જેમાંથી 18 જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,ડો.સુમન પુજારા,શેફુદીનભાઈ, રાજુભાઈ નારેચણીયા સહિતના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર