શ્રી કે કે. હાઈસ્કૂલ સાવરકુંડલામાં ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એટલેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. અન્ડર – ૧૯ માં પ્રથમ ગોહિલ જેન્સી, મેર તુલસી, ટોટા રક્ષિતા, ગેલાણી રિયા, ખોખર અલ્ફિયા, કાછડ આશા… દ્રિતીય ડાભી હર્ષિતા, રાઠોડ આયુષી, કાનાણી હેમાંગી, સરવૈયા નિલોફર, ઝાંખરા આસમાં, વાજા ધારા એ નંબર મેળવ્યો હતો.
અન્ડર – ૧૭માં પ્રથમ પોલરા ધ્રુવી, પાટડીયા રાધિકા, ચણીયારા સ્નેહા, બારીયા ધ્રુવીશા, લાલુ બીના,બ્લોચ સિફા, દ્વિતીય, ચૌહાણ તાહેરા, કારેણા હેમાંશી, મકવાણા કિરણ, ઝાંખરા સાનિયા નંબર મેળવયા હતા.
અન્ડર-૧૪માં
ગોહિલ માનસી, મહેતા દર્શિતા, ઝાંખરા ઇરમ એ નંબર પ્રાપ્ત કર્યા હતા. વિધાર્થીની બહેનોને રમતો અંગેનું માગદર્શન શાળાના વ્યાયામ શિક્ષિકા દેવીબેન રાઠોડ દ્વારા આપવામાં આવ્યું હતું.
નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીની બહેનો આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. નંબર મેળવેલ બધી જ વિધાર્થીની બહેનોને શાળાના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી અને સર્વે ટ્રસ્ટીગણે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.નંબર મેળવેલ વિધાર્થીની બહેનોને શાળાના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી

