વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામા ભરૂચ જિલ્લાનો કાયઁક્રમ ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે યોજાયો..
ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો…
રાજપારડી ચારરસ્તા ખાતે આવેલ બિરસામૂંડા પ્રતિમાને કૌશિકભાઈ વેકરીયા તેમજ રીતેશભાઈ વસાવા દ્રારા ફૂલહાર વિધીવત કરી ભવ્ય વરઘોડામાં જોડાયાં હતાં..
9મી ઓગસ્ટ દિવસે ઠેરઠેર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લાનો વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ શ્રીમતી ડી.પી.શાહ વિદ્યામંદિરના પ્રાટાગણમાં કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાયઁક્રમ સંદર્ભે લોક મહેરામણ ઉમટી પડયુ હતું.

આ કાયઁક્રમ માનનીય નાયક મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષતા હેઠળ તથા તેમના વરદ્ હસ્તે રાજપારડી ચારરસ્તા ખાતે આવેલ બિરસામૂંડા પ્રતિમાને ફુલહાર વિધિવત્ કરવામાં આવી હતી. તેમજ ઝઘડીયા વિધાનસભનાં ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ્ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચ જિલ્લા બી.જે.પી પ્રમુખ મારુતિસિહ અટોદરીયા, પ્રકાશભાઈ દેસાઈ દ્રારા પણ બિરસામૂંડા પ્રતિમાને ફૂલહાર વિધીવત કયાં હતાં.
આ પ્રસંગે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી તેમાં લોક મહેરામણ ઉમટી પડયુ હતું.
ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આ કાયઁક્રમ સંદર્ભે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અલગઅલગ શાળાઓના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તેમજ તેમને મહાનુભાવોના વરદ્ હસ્તે પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશાલ પુરોહીત, ઝઘડિયા

