રાહદારી અને વાહનચાલકોને અકસ્માતનો ભય: નગરપાલિકા તંત્ર મૌન
”માંગરોળ ના મુખ્ય લીમડાચોક મા પણ ઢોર અડીંગો જમાવી ને બેઠા હોય છે આ શહેરનો મુખ્ય ચોક છે ત્યાથી અનેક બાળકો બુઝર્ગો પસાર થતા હોય છે કોઈ જાનહાની થાયતો જવાબદાર કોણ?? તેવુ લોકો પુછી રહ્યા છે,,
માંગરોળ શહેર માં ચોમાસાની સીઝનમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.અને શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોવાના દ્રષ્યો હવે આમ થઈ ગયા છે.ત્યારે માંગરોળ નગરપાલિકાનું તંત્ર મૌન સેવી રહ્યું છે કે શું.નગરપાલિકા તંત્ર કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું શહેર ના અનેક એવા બનાવો જોવા મળ્યા છે કે ,રખડતા ઢોરના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ને હડફેટે લીધા હોવાના બનાવો સામે આવ્યા છે.
શહેર માં ચોમાસાની ૠતુ માં મરછર અને જંતુઓનો ઉપદ્રવ વધતા રખડતા ઢોર રસ્તા ઉપર બેસી જાય છે.જેના લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી ઉભી થાય છે.અને ટ્રાફિક સમસ્યા પણ જોવા મળે છે.બીજી તરફ રસ્તાઓ પર થી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ને સતત અકસ્માત નો ભય જોવા મળે છે.હાઈકોર્ટે ની ફટકાર બાદ પણ તંત્ર દ્વારા આવા રખડતા ઢોરને પકડીને ખુટિયાહાઉસમાં મુકવામાં નથી આવતા અને જેના પશુ હોય તેની સામે કડક હાથે કામગરી નથી કરવામાં આવતી કહેવાતા ખાતર ઢોરનો ત્રાસ વધે ત્યારે કામગીરી શરૂ કરી અને બંધ કરી દેવામાં આવે છે.
થોડોજ વરસાદ પડે અને રખડતા ઢોર રસ્તાઓ પર આવી જાય.અને લોકો પરેશાન થાય છે.ક્યારે માંગરોળ નગરપાલિકા તંત્ર જાગશે અને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે હવે તે જોવાનું રહ્યું..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

